મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ચોરી !: બે શખ્સ પકડાયા


SHARE







માળીયા (મી)માં સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ચોરી !: બે શખ્સ પકડાયા

માળીયા (મી) તાલુકામાં સરકારી અનાજનું ગોડાઉન આવેલ છે જેમાંથી ઘઉં અને ચોખાની ચોરી કરવામાં આવી હતી અને બજારમાં વેચવાની તૈયારીમાં હતા તેવામાં મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબી અને રાજકોટ ખાતે રહેતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી માળીયા (મી) પોલીસે ઇકો ગાડી તેમજ ચોરાઉ ઘઉં ચોખા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના પીઆઇ આર.સી. ગોહિલ અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં અને ચોખાની ચોરી કરીને બજારમાં વેચવાની તૈયારીમાં હતા તેવામાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના યમુનાનગરમાં રહેતા શિવરાજસિંગ કાલીચરન રાજપૂત અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલ પૂજારામ રાજપૂતને પકડવામાં આવ્યા હતા અને 11 ગુણી ચોખા, 4 ગુણી ઘઉં, બે મોબાઈલ, તેમજ એક ઇકો ગાડી સહિત કુલ મળીને 4,42,750 નો મુદામાલ કબજે કરેલ છે. આ ગુનામાં સંડોવાયેલ શનાળા પાસે રહેતા રમેશભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું છે અને આ આરોપીઓ સરકારી ગોડાઉનમાં રાખવામા આવેલ અનાજમાંથી ચોરી કરીને ખુલ્લા બજારમાં વેચી નાખતા હોવાનું સામે આવ્યું છે ત્યારે જો પુરવઠા વિભાગ દ્વારા આ અંગેની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.




Latest News