માળીયા (મી)માં સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ચોરી !: બે શખ્સ પકડાયા
મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ આઇશ સ્ટોક સ્પર્ધામાં ૫ ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ રચ્યો
SHARE







મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ આઇશ સ્ટોક સ્પર્ધામાં ૫ ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ રચ્યો
જમ્મુ-કશ્મીર ગુલમર્ગ ખાતે વિનય ઇન્ટરનેશનલ સ્કુલના ૫ વિદ્યાર્થીઓ તથ્યા પારેજીયા, દિયા સંતોકી, ખુશી આદ્રોજા, દિશા પટેલ, નિત્યા વરમોરા અને આદિત્ય પટેલ રાષ્ટ્રીય કક્ષાની આઇશ સ્ટોક સ્પર્ધામાં ભાગ લઇ ભારતના ૧૬ રાજ્યોના ૪૫૦ થી વધુ સ્પર્ધકોને ટક્કર આપીને પાંચ ગોલ્ડ મેડલ મેળવી સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા
મોરબીના ઇતિહાસમાં પહેલી વખત વિન્ટર સીઝન સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ અનેરી સિદ્ધિ હાસિલ કરીને મોરબી જીલ્લા અને ગુજરાતનો ડંકો સંપૂર્ણ ભારતમાં વગાડયો છે.વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કુલ, માતા-પિતા તથા મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે.તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ મેનેજમેન્ટ, પ્રિન્સીપલ, સર્વે શિક્ષકો તેમજ શાળા પરીવાર તરફથી વિદ્યાર્થીઓને અભીનંદન પાઠવેલ છે.
