બેગ લેસ ડે: મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
હળવદના સુંદરગઢ પાસેથી બે બાઈકમાં લગાવેલ ત્રણ થેલા-એક કોથળામાંથી 180 બીયરના ટીન મળ્યા, 1.3 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓ અંધારમાં નાશી ગયા !
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739161122.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
હળવદના સુંદરગઢ પાસેથી બે બાઈકમાં લગાવેલ ત્રણ થેલા-એક કોથળામાંથી 180 બીયરના ટીન મળ્યા, 1.3 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓ અંધારમાં નાશી ગયા !
હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાંથી બે બાઈક પસાર થઈ રહ્યા હતા ત્યારે તે બાઈક ઉપર જઇ રહેલા શખ્સોને બાઈક રોકવા માટે થઈને પોલીસે કહ્યું હતું દરમિયાન અંધારાનો લાભ લઈને બાઇક ઉપર જઇ રહેલા બંને શખ્સ તેના બાઇકને રેઢા મૂકીને નાસી છૂટ્યા હતા જેથી બાઈકમાં લગાવવામાં આવેલ થેલા તેમજ કોથળાને ચેક કરવામાં આવતા તેમાંથી 180 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 23,580 ની કિંમતમાં બીયરનો જથ્થો તથા વાહનો મળીને 1,03,580 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા રમણીકભાઈ અને કરસનભાઈ તેઓના બાઈક ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો સુંદરગઢ ગામની વનરાકીની સીમમાંથી સુંદરગઢ ગામ તરફ લઈને આવવાના છે તેવી ચોક્કસ બાતમી મળી હતી જેથી પોલીસ મળેલ બાતમી આધારે વોચમાં હતી તેવામાં સીમ તરફથી બે બાઈક આવતા જોવા મળ્યા હતા જેથી પોલીસે તે બંને બાઈકને ઉભા રાખવા માટે થઈને ઈશારો કર્યો હતો ત્યારે બાઈક લઈને આવી રહેલા શખ્સો તેના બાઈને ત્યાં છોડીને અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી બાઈક નંબર જીજે 36 એજી 3232 માં લગાવેલ થેલો તથા પ્લાસ્ટિકના કોથળામાં બિયરના ટીન ભરેલ હતા આ ઉપરાંત બીજા બાઈક નંબર જીજે 36 એચ 3131 ની બંને સાઈડમાં થેલા લગાવેલા હતા જેમાં પણ બિયરના ટીન ભરેલ હતા જેથી પોલીસ દ્વારા કોથળા અને ત્રણ થેલાની અંદર ભરેલા બિયરની ગણતરી કરવામાં આવતા 181 બીયરના ટીન મળી આવતા પોલીસે કુલ મળીને 23,449 ની કિંમતનો બિયરનો જથ્થો તથા 80 હજાર રૂપિયાની કિંમતના બે બાઈક આમ કુલ મળીને 1,03,580 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમણીકભાઈ ઉર્ફે મુન્નો અવચરભાઈ કોળી તથા કરસનભાઈ ચંદુભાઈ કોળી રહે. બંને સુંદરગઢ ગામ વાળાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)