મોરબીના શનાળા રોડે આવેલ નેક્સેસ લક્ઝરીયસ સ્પામાં કૂટણખાનું ચાલુ હોવાનો પર્દાફાશ: 1.35 લાખના મુદામાલ સાથે બેની ધરપકડ
SHARE








મોરબીના શનાળા રોડે આવેલ નેક્સેસ લક્ઝરીયસ સ્પામાં કૂટણખાનું ચાલુ હોવાનો પર્દાફાશ: 1.35 લાખના મુદામાલ સાથે બેની ધરપકડ
મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલા સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાનું અને કુટણખાના ચાલુ હોવાનું ઘણી વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં પાંચમાં માળ ઉપર આવેલ નેક્સેસ લક્ઝરીયસ સ્પામાં એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી સ્પાના સંચાલક સહિત બે વ્યક્તિઓની રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળીને 1,35,500 ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં પાંચમાં માળે નેક્સેસ લક્ઝરીયસ સ્પા આવેલ છે અને ત્યાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની હકીકત આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર સ્પામાંથી જુદાજુદા રાજ્યમાંથી સ્પામાં મસાજનું કામ કરવા માટે આઠ યુવતીઓ મળી આવી હતી અને આ સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટેના સાધનો અને સગવડો પૂરી પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી સ્પામાં કૂટણખાનું ચાલુ હોય પોલીસ દ્વારા સ્થળ ઉપરથી 20,500 ની રોકડ તથા 1.05 લાખ રૂપિયાની કિંમતના પાંચ મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 1,35,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના સંચાલક જયદીપભાઇ હમીરભાઈ મકવાણા (21) રહે. ઉમા ટાઉનશીપ પાછળ ભારતીય વિદ્યાલયની સામે મૂળ રહે. મોણપુર તાલુકો શીતલ જીલ્લો અમરેલી તેમજ નિશ્ચલભાઈ મહેશભાઈ ભીમાણી (38) રહે. સનાળા રોડ સ્કાય મોલની સામે રામનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી આ બંને શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બે બોટલ-બે બીયરના ટીન
મોરબીના જેલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 600 ની કિંમતની દારૂની બોટલો સાથે સિકંદરભાઈ ઉર્ફે બલૂન રજાકભાઈ બલોચ (32) રહે. કાલિકા પ્લોટ મતવા મસ્જિદ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી. આવી જ રીતે કબીર ટેકરી રામાપીરના મંદિરથી આગળના ભાગમાંથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને 200 રૂપિયાની કિંમતના બિયરના ટીન કબજે કર્યા હતા અને આરોપી જતીનભાઈ રમેશચંદ્ર વડેરા (23) રહે. વાંકાનેર દરવાજા પાસે ભવાની ચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

