માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામે એસટીની સુવિધા આપવા કિશોરભાઇ ચિખલિયાની માંગ
SHARE







માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામે એસટીની સુવિધા આપવા કિશોરભાઇ ચિખલિયાની માંગ
માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામને એસટી બસની સુવિધા નથી મળી રહી જેથી કરીને આ સુવિધા આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રગઢ ગામે એસટી બસની સુવિધા મળી રહી નથી જેથી કરીને મહેન્દ્રગઢ ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને ગામના લોકોને હેરાન થવું પડે છે અને લોકો સમયસર પોતાની મંજિલ સુધી પહોચી શકતા નથી જેથી મોરબીથી સરવડ જતી બસને વાયા મહેન્દ્રગઢ થઈને સરવડનો જે બસનો ફેરો સવારે ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે તે ચાલુ કરવામાં આવે અથવા સવારે 8:00 વાગ્યે પીપળીયા ચાર રસ્તા તરફનો અન્ય રૂટ સરવડથી મહેન્દ્રગઢ તરફ ચલાવવામાં આવે તેમજ મોરબીથી માળિયા 3:45 વાગ્યે જે બસ ઉપડે છે તે ખૂબ જ અનિયમિત ચાલે છે જેથી સરવડ અભ્યાસ માટે જતાં મહેન્દ્રગઢના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે આ બસને પણ સમયસર ચલાવવામાં આવે અને રાજકોટથી માળિયા બસ રૂટ વારંવાર કેન્સલ કરાય છે જેથી મુસાફરોને હેરાન થવું પડે છે અને સાંજે જે બસ આવે છે તે ખૂબ મોડી ઉપડે છે માટે જુદાજુદા રૂટની બસોને નિયમિત રીતે ચલાવવામાં આવે અને જે ગામમાં બસ નથી આવી રહી ત્યાં બસની સુવિધા આપવામાં આવે તેવી કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખે માંગ કરી છે.
