મોરબીમાં ઘરમાંથી 72 બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
મોરબી નજીક વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાંથી 58 બોટલો દારૂ સાથે વેપારીની ધરપકડ
SHARE







મોરબી નજીક વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાંથી 58 બોટલો દારૂ સાથે વેપારીની ધરપકડ
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 58 બોટલો મળી આવતા પોલીસે 36,482 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચર પાસે વિનાયક માર્કેટિંગ નામની આકાશભાઈ પટેલની દુકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 58 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 36,482 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી આકાશભાઈ ધનજીભાઈ પટેલ (30) રહે. રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
18 બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
મોરબીના રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર શેરીમાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી 18 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4898 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયદીપભાઇ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મકવાણા (20) રહે. રામકૃષ્ણનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આરોપી સુરેશભાઈ રાઠોડને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
