મોરબી નજીક પવનચક્કીમાંથી બે શખ્સ દ્વારા કેબલ વાયરની ચોરી કરવાનો પ્રયાસ
SHARE







મોરબી નજીક પવનચક્કીમાંથી બે શખ્સ દ્વારા કેબલ વાયરની ચોરી કરવાનો પ્રયાસ
મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં કાલિકાનગર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાતા આજાણ્યા બે શખ્સોની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ અર્ચના પાર્ક શેરી નં-6 માં રહેતા અજુરુદ્દીન મનજીભાઈ પરમાર (38)એ હાલમાં બે શખ્સોની સામે ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાંથી કાલિકાનગર તરફ જવાના રસ્તા ઉપર એલી માઈક્રો પાછળ ફરિયાદીને સિમેન્સ ગામેશા લિમિટેડ કંપનીએ લગાવેલ પવનચક્કીની દેખરેખ કરવા માટે તેને ઓથોરાઈઝ કરવામાં આવેલ છે અને પવનચક્કી ઉપર જવા માટે રાખેલ દરવાજાનો લોક તોડી પવનચક્કીની અંદરનો કેબલ ચોરી કરવાના ઇરાદે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાહેરનામાનો ભંગ
મોરબીના વીસીપરા અમરેલી રોડ ઉપર આવેલ ઈંટનો ભઠ્ઠો અન્ય વ્યક્તિને ભાડે આપેલ છે તેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી હાલમાં ઈંટના ભઠ્ઠા વાળા અનિલભાઈ લઘુભાઇ મોરવાડિયા (40) રહે. અમરેલી ગામ મોરબી વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
