મોરબી નજીક પવનચક્કીમાંથી બે શખ્સ દ્વારા કેબલ વાયરની ચોરી કરવાનો પ્રયાસ
મોરબી મહેન્દ્રનગર ચોકડીએ નવો પુલ વહેલા બનાવો અને વૈકલ્પિક રસ્તો રીપેર કરો: આપ
SHARE







મોરબી મહેન્દ્રનગર ચોકડીએ નવો પુલ વહેલા બનાવો અને વૈકલ્પિક રસ્તો રીપેર કરો: આપ
મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે બનતો બ્રીજ ગોકળ ગતિએ બની રહ્યો છે અને હાલમાં ત્યાં જે વૈકલ્પિક રસ્તો આપેલ છે તે અતિશય બિસ્માર છે જેથી તેને રીપેર કરવામાં આવે અને પુલનું કામ ઝડપથી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબી શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. અને ખાસ કરીને મહેન્દ્રનગર ચોકડીનો ખુબ વિકાસ થયેલ છે જેથી તે ટ્રાફિકનું હબ બની ગયેલ છે ત્યાંથી પીપળી રોડ પર આવેલા સીરામીકની ફેક્ટરીએ જવા માટે અને હળવદ તેમજ કચ્છ તરફ જવા માટેના જુદાજુદા રસ્તા નીકળે છે માટે ત્યાં વહાનની અવર જવર ખુબ જ રહે છે ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલા માટે ઓવર બ્રિજ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે જો કે, પુલનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને ત્યાં બનાવવામાં આવેલા વૈકલ્પિક રસ્તા પણ બિસ્માર છે જેથી જીવલેણ અકસ્માત થાય તેવી શ્ક્યતા છે જેથી કરીને મોરબી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને પુલ વહેલી તકે બનાવા માટેની અને રસ્તાઓને રીપેર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
