મોરબી મહેન્દ્રનગર ચોકડીએ નવો પુલ વહેલા બનાવો અને વૈકલ્પિક રસ્તો રીપેર કરો: આપ
મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં દબાણ હટાવ-ટ્રાફિક સહિતની કામગીરી વેગવંતી કરવાની કરાઇ ચર્ચા
SHARE







મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં દબાણ હટાવ-ટ્રાફિક સહિતની કામગીરી વેગવંતી કરવાની કરાઇ ચર્ચા
મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં જુદાજુદા મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ બેઠકમાં દબાણ હટાવ, ટ્રાફિક સહિતની કામગીરી જે ચાલી રહી છે તેને વેગવંતી બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષતામાં ગઇકાલે પ્રથમ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીના દબાણનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો અને તેની ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલી બેઠકમાં સાંસદ તેમજ એક ધારાસભ્ય હાજર ન હતા જો કે, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં દબાણ હટાવ, ટ્રાફિક સહિતની કામગીરી જે ચાલી રહી છે તેને વેગવંતી બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. અને ખાસ કરીને કમિશનરે સંકલનમાં પ્રશ્નો પદાધિકારી દ્વારા મૂકવામાં આવે તેનો જવાબ ત્વરિત મળે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી.
