મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં દબાણ હટાવ-ટ્રાફિક સહિતની કામગીરી વેગવંતી કરવાની કરાઇ ચર્ચા
મોરબીના લખધીરપુર રોડે સોરીસો ચોકડી પાસેથી 120 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 6.84 લાખનો મુદામાલ કબ્જે
SHARE







મોરબીના લખધીરપુર રોડે સોરીસો ચોકડી પાસેથી 120 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 6.84 લાખનો મુદામાલ કબ્જે
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દારૂની 120 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને 6,84,448 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટિમ મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસે હતી ત્યારે ત્યાંથી પસાર થતી બલેનો કાર નંબર જીજે 13 સીઇ 4003 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી 120 બોટલ દારૂ મળી આવેલ છે જેથી કરીને પોલીસે 74,448 રૂપિયાની કિંમતનો દારૂ તથા 6,00,000 ની કિંમતની ગાડી અને 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 6,84,448 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હાર્દિક રમેશભાઈ પાલણી (24) રહે.ચૂલી તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પૂછપરછમાં મુન્નાભાઇ ભાલુભાઇ મેવાડા રહે.સોલડી તા.ધ્રાંગધ્રા જી.સુઃનગરનું નામ સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના મકનસર ગામે રહેતો હેમંત વિશ્વકર્મા (33) નામનો યુવાન સેન્સો ચોકડીથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે મેટાડોર સાથે તેનો અકસ્માત થયો હતો ત્યારે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતા જયેશભાઈ રમેશભાઈ દોશી (34) યુવાન ખોખરા હનુમાન રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સહિત રસ્તા ઉપર નીચે પડતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે.
