મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આએલ સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાની ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીને કોર્પોરેશન જાહેર કર્યાં પછી નવા કમીશનર દ્વારા જુદા જુદા રોડ પર થયેલા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે સારી બાબત છે અને ખુબ જ સરાહનીય કામ કરી રહ્યા છે. જો કે, અમુક બાંધકામોને બાકાત રાખવામાં આવે છે. જેથી લોકોમાં કમિશનરના હાથ ત્યાં સુધી કેમ પહોચતા નથી તે ચર્ચાઇ રહ્યું છે.


વધુમાં કહ્યું હતું કે, મોરબીમાં ઘણી જગ્યાએ સરકરી જમીનો પર પણ ગેરકાયદે બાંધકામો થયેલ છે. જેવા કે સિંચાઈ ખાતાની જમીન ઉપર, માર્ગ અને મકાન (PWD) સ્ટેટ અને પંચાયત ખાતાની જમીન ઉપર, નેશનલ હાઇવેની જમીન ઉપર, રેવેન્યુ ખાતાની  જમીન ઉપર જો કે તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ? શું આ દબાણો સબંધિત વિભાગના અધિકારીઓને દબાણ દેખાતું નથી તેવો સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ઘણી જગ્યોઓએ લેન્ડ ગ્રેબિંગના કેસો થતા હોય છે. પરંતુ આવા લોકો સામે લેન્ડ ગ્રેબિંગના કેસો શા માટે નથી થતા ? તે પણ તપાસનો વિષય છે. અને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ બાંધકામને વહેલામાં વેહલી તકે તોડી પાડવામાં આવે તેવી માંગ કરી છે.  

મોરબીમાં સરકારી જમીન ઉપર બાંધકામ  થઇ જાય અને તેનું વેચાણ પણ થઇ જય તો પણ અધિકારીઓ અજાણ કેવી રીતે  હોય શકે ?, અમુક જગ્યાઓએ આવા બાંધકામનું વેચાણ ન થતા ભાડે આપવામાં આવેલ છે. તેવું લોકો કહી રહ્યા છે. તો આ બાબતે મોરબીના સ્થાનિક લગત દરેક અધિકારીઓને આદેશ કરીને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક ડીમોલીશન કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું નહી થાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને ના છુટકે અંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News