મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે આવેલ તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત


SHARE







મોરબીના આમરણ ગામે આવેલ તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબી તાલુકાના આમરણ ગામે સીમ વિસ્તારમાં આવેલ જિનિંગ મિલની લેબર કોલોનીમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મૂળ મહીસાગર જીલ્લાનો યુવાન આમરણ ગામે આવેલ તળાવમાં કોઈ કારણોસર પડ્યો હતો અને પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે કેતનભાઇ વલ્લભભાઈ દેત્રોજા (૨૮) રહે.મોરબી નવા બસ સ્ટેશન પાસે અવધ સોસાયટીએ પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મૂળ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના તરકોનીનાળ ખાટા ફળિયુનો વતની અને છેલ્લા કેટલાક સમયથી મોરબીના આમરણ ગામની સીમમાં આમરણથી પીપળીયા જતા રોડ ઉપર આવેલ શ્રી ઉમા જીનીંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો પર્વતભાઈ પુજાભાઈ ખાંટ (આદિવાસી) નામનો ૩૩ વર્ષીય યુવાન તા.૧૫ ના નવેક વાગ્યે ઉમા જીનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના પાછળના ભાગે સીમ વિસ્તારમાં આવેલ પેથરના તળાવમાં પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો અને કોઈ કારણોસર તેનું ડૂબી જવાથી મોત થયેલ છે.બનાવની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી હતી.જેની આગળની તપાસ એએસઆઈ જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે.

રીક્ષા પલ્ટી જતા ઇજા

મોરબીના જેપુર ગામે રહેતા વશરામભાઈ વીરજીભાઈ સોલંકી નામના ૪૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે રોકડિયા હનુમાન મંદિર નજીક નવલખી રોડ ઉપર રીક્ષા પલ્ટી જવાના બનાવમાં ઈજા થવાથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ડુંગરપુર ગામે રહેતા રવિ કાળુભાઈ દલસાણીયા નામના ૨૮ વર્ષના યુવાનને કોઈ કારણસર ઝઘડો થતાં જીવાભાઇ અરજણભાઈ કોળી દ્વારા બટકું ભરી લેવામાં આવતા રવિભાઇને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલ ફર્ન હોટલ પાસેથી એકટીવામાં જઈ રહેલ સુરેશભાઈ જીવણભાઈ પરમાર (૩૫) રહે.ગણેશનગર ટીંબડીના પાટીયા પાસે તથા જયેશ કરશનભાઈ ચાવડા (૨૩) ને તા.૧૪-૨ ના રાત્રિના આઠેક વાગ્યે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધા હતા.જેથી બંને ઇજાગ્રસ્તોને સિવિલે સારવાર માટે ખસેડાયા હોય બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ નોંધ કરીને તપાસ કરી હતી.તેમજ મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા ઈકબાલભાઈ અનવરભાઈ માલકીયા નામના ૪૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સિવિલે સારવાર માટે લવાયો હતો.






Latest News