વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા


SHARE







મોરબીના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા

મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનના જુગાર રમાતો હોય બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી.ત્યારે મકાનમાંથી જુગાર રમતા છ પતાપ્રેમીઓ પકડાતા તેમની સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરાઇ છે.

રાજકોટ રેંજ આઇજી તથા જિલ્લા પોલીસવડાની સૂચના આધારે જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ સઘન પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ ચારેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ વોચ તપાસમાં હતો દરમ્યાનમાં સ્ટાફના મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ લોખીલને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોડપર ગામ બળવંતભાઇ ઉર્ફે બાબુભાઇ નાનજીભાઇ દેત્રોજા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવે છે.તેથી હકીકત આધારે રેડ કરવામાં આવતા ઘરધણી બળવંતભાઇ ઉર્ફે બાબુભાઇ નાનજીભાઇ દેત્રોજા રહે.મોડપર તેમજ ધર્મેન્દ્રસિંહ જસુભા ઝાલા રહે.આશાપુરા સોસાયટી અક્ષરપાનની પાછળ ગોંડલ મુળ રહે.મોડપર, રમેશભાઈ ઉર્ફે લલીતભાઈ નાનજીભાઈ બાડધા રહે.મોડપર, ગોરધનભાઈ અમરશીભાઇ કગથરા રહે.મોડપર, ધવલભાઇ નાનજીભાઈ અધારા રહે.મોડપર અને કિશોરભાઇ રૂગનાથભાઇ અઘારા રહે.મોડપર જૂગાર રમતા મળી આવતા તેઓની રોકડા રૂા.૩૧,૩૦૦ તથા પાંચ મોબાઇલ કિંમત રૂા.૨૫,૦૦૦ એમ કુલ રૂા.૫૬,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.






Latest News