મોરબીના ઝીંઝુડા બાદ પકડાયેલા ડ્રગ્સના ગુનામાં ૪ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીની આયુષ હોસ્પિટલમાં મગજ-મણકાના ઓપરેશનનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે
SHARE









મોરબીની આયુષ હોસ્પિટલમાં મગજ-મણકાના ઓપરેશનનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે
મોરબીમાં શ્રી સત્ત સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આયુષ હોસ્પિટલ દ્રારા કરવામાં આવે છે દર્દીઓ માટે વિના મુલ્ય ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરીયામંદ દર્દીઓને મા કાર્ડ અથવા આયુષ્માન કાર્ડમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. જે દર્દી પાસે મા કાર્ડ કે આયુષ્માન કાર્ડ ન હોય તેવા દર્દીઓને કાર્ડ કાઢી આપવામાં આવશે.
આ નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ ન્યૂરો સર્જરી એટલે કે મગજ, મણકા અને કરોડરજ્જુના દર્દીઓ માટે છે. જેમાં ડો. મિલન મકવાણા સાહેબ (M.S., DNB, ન્યૂરોસર્જન) પોતાની સેવા આપશે આ હોસ્પિટલના સંચાલક ડો. ચેતન અઘારાના જણાવ્યા મુજબ આ કેમ્પમાં મગજની ગાંઠ, મજગની ઈજા, મગજમાં હેમરેજ, મગજમાં પાણી ભરાવુ, માથાનો દુખાવો, લકવાની અસર તેમજ કમર અને ડોકનો દુઃખાવો, મણકાની ઇજા, મણકાની ગાંઠ, કેન્સર કે ટીબી, મણકાના ફેક્ચર, મણકાનો ઘસારો, મણકા ખસી જવા, ગાદીની તકલીફ, ગાદીમાં સોજો, નસ દબાઈ જેવી વગેરેની તકલીફ વાળા દર્દીઓ સરવારનો લાભ લઈ શકે છે અને આ કેમ્પ તારીખ ૨૧-નવેમ્બર, રવિવારે સવારે ૧૦ થી ૧ આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે રાખેલ છે. અને વધુ માહિતી માટે ૭૫૭૫૦ ૮૮૮૮૮ અને ૭૫૭૫૮ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે અને કેમ્પ માટે નામ નોંધાવવાનું રહેશે અને નામ નોંધાવવા માટે ૯૨૨૮૧ ૦૮૧૦૮ ઉપર સંપર્ક કરવા માટે ડો. ચેતન અઘારાએ અનુરોધ કર્યો છે
