મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને ટીકરમાં દારૂની જુદી જુદી ત્રણ રેડ: 1000 લીટર આથો, 270 લિટર દેશી દારૂ અને વિદેશી દારૂની બે બોટલ પકડાઈ


SHARE











મોરબી શહેર, તાલુકા અને ટીકરમાં દારૂની જુદી જુદી ત્રણ રેડ: 1000 લીટર આથો, 270 લિટર દેશી દારૂ અને વિદેશી દારૂની બે બોટલ પકડાઈ

મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર રહેતી મહિલાના ઘરના આંગણામાં પડેલ એકટીવાને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી 120 લિટર દેશી દારૂ તથા એકટીવા મળીને 74,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો જો કે માલ મોકલાવનાર, મંગાવનાર તથા આપી જનાર આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર રહેતા મનિષાબેન થરેસાના ઘરના આંગણા પાસેથી પોલીસે એક્ટિવામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એકટીવા નંબર જીજે 36 એજી 2650 જેની કિંમત 50,000 રૂપિયા તથા 120 લિટર દેશી દારૂ જેની કિંમત 24000 રૂપિયા આમ કુલ મળીને 74 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂનો જથ્થો મોકલાવનાર આશાબેન ગોલીભાઈ કોળી, રહે. ત્રાજપર, દારૂનો જથ્થો મૂકી જનાર એકટીવા ચાલક અજાણ્યો માણસ તથા મનિષાબેન સુરેશભાઈ થરેસા રહે. સાયન્ટીફીક રોડ મોરબી વાળા ની સામે ગુનો નોંધીને બે મહિલા સહિત ત્રણેય આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશી દારૂનો જથ્થો પકડાયો
હળવદ તાલુકાના ટીકર તથા નવા ઘાટીલા ગામની વચ્ચે આવેલ જંગલમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1000 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 25000 રૂપિયાની કિંમતનો આથો તથા દોઢસો લીટર દેશી દારૂ જેની કિંમત 30,000 આમ કુલ મળીને 55 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે પોલીસે રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હતો અને આ માલ મિલનભાઈ જાદવભાઈ છનુરા રહે જુના ઘાંટીલા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બે બોટલ દારૂ સાથે પકડાયો
મોરબી તાલુકાના ઘુટુ ગામથી મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટી પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1346 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને નારાયણભાઈ હીરાભાઈ સાગઠીયા (50) રહે રામનગરી ઘુંટુ ગામની સીમ મોરબી મૂળ રહે પાટડી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News