મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની હળવદ પાલિકામાં વિજય કુચ: વાંકાનેર પાલિકામાં ભાજપનો વિજય વાવટો યથાવત, કોંગ્રેસ-આમ આદમી પાર્ટીએ ખાતા ખોલાવ્યા


SHARE







મોરબી જિલ્લાની હળવદ પાલિકામાં વિજય કુચ: વાંકાનેર પાલિકામાં ભાજપનો વિજય વાવટો યથાવત, કોંગ્રેસ-આમ આદમી પાર્ટીએ ખાતા ખોલાવ્યા

મોરબી જિલ્લાની હળવદ તથા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે સવારે 9:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી અને હળવદ નગરપાલિકાના પ્રથમ બે બોર્ડમાં આઠ પૈકીની 7 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે જ્યારે હળવદ નગરપાલિકાના બે વોર્ડના ઇવીએમ મશીન ખોલ્યા તેમાં ચાર બેઠકો ઉપર ભાજપ તથા એક બેઠક ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયેલ છે જેથી લગભગ બપોર સુધીમાં આ બંને નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ કરીને તંત્ર દ્વારા વિજેતાઓના નામ જાહેર કરી દેવામાં આવશે.
 
મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું રવિવારે મતદાન થયું હતું અને 63.61 ટકા મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને તેના માટે કરવામાં આવેલ મતદાન ઇવીએમમાં કેદ થયેલ છે ત્યારે આજે સવારે 9:00 વાગ્યે હળવદમાં આવેલ મોર્ડન સ્કૂલ ખાતે આ મતોની ગણતરી શરૂ થવાની છે અને પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની ગણતરી એક સાથે શરૂ કરવામાં આવી છે અને વોર્ડ નંબર 1 ના ચાર પૈકી 3 ભાજપનો ઉમેદવારો વિજય બન્યા છે જ્યારે 1 કોંગ્રેસનો ઉમેદવાર વિજય બનેલ છે અને વોર્ડ નંબર 2 અને 3 માં 4-4 બેઠકો પર ભાજપનો વિજય થયેલ છે આમ અત્યાર સુધીમાં 3 વોર્ડની મતગણતરી પૂરી થયેલ છે જેમાં 12 પૈકીના 11 ઉમેદવારો ભાજપના વિજય થતા હળવદ નગરપાલિકામાં ભાજપની વિજય કુચ શરૂ થયેલ છે
 
આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે જોકે 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગ હતા અને તેના માટે રવિવારે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ જે મત ગણતરી આજે સવારે 9:00 વાગ્યે વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવી રહી છે અને વોર્ડ નંબર 1 બિનહરીફ વિજેતા જાહેર થયો હતો એટલે વોર્ડ નંબર 2 થી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી ને તેમાં 4 પૈકી 1 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે જ્યારે વોર્ડ નંબર 3 ની 2 બેઠકો બિનહરીફ હતી અને બે બેઠક માટે મતદાન થયું હતું જેમાં એક બેઠક ઉપર આમ આદમી પાર્ટી તથા એક બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે

વાંકાનેર પાલિકાના વોર્ડ નં ૪ ની એક બેઠક કોંગ્રેસને બિનહરીફ હતી અને ત્રણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા છે જેથી કોંગ્રેસ આ વખતે પાલિકાની કુલ પાંચ બેઠક કબજે કરેલ છે જોકે, વાંકાનેર નગરપાલિકા કબજે કરવા માટે થઈને 15 બેઠકો ઉપર ભાજપનો વિજય થવો જરૂરી હોય જે 15 બેઠકો ભાજપ એ મેળવી લીધી છે જેથી કરીને આ વાંકાનેર નગરપાલિકા વર્ષોથી ભાજપ પાસે છે ત્યાં વધુ એક વખત ભાજપે વિજય વાવટો લહેરાવી દીધો છે જેથી મોરબી જિલ્લાની આ બંને નગરપાલિકાની મતગણતરી નવ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને લગભગ બપોર પહેલા આ બંને નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને વિજેતાઓના નામ પણ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય






Latest News