મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ અમદાવાદ તથા અંજારની ચોરીના ફરાર આરોપીને પકડ્યો


SHARE







મોરબી એલસીબીએ અમદાવાદ તથા અંજારની ચોરીના ફરાર આરોપીને પકડ્યો

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે બાઇક સાથે મળી આવેલ ઇસમને અટકાવીને તેની ઉલટ તપાસ કરતા અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી અંજારમાંથી ચોરેલ બાઈક સાથે મોરબી ખાતેથી મળી આવ્યો હતો.હાલ તેને પકડવામાં આવ્યો હતો અને અંજાર તથા અમદાવાદ પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.

મોરબી એલસીબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા ઘરફોડ ચોરી થઈ હતી અને તેનો આરોપી મોરબી નજીક હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ બાપાસીતારામ ચોકડી પાસેથી નીકળેલ ઈસમને અટકાવ્યો હતો અને બાઇક સાથે નીકળેલા આ ઇસમને અટકાવી તેનું નામ પૂછવામાં આવતા તેણે પોતાનું નામ પુરણસિંગ લલ્લુરામ નિશાદ રહે.આલ તા.જી.જાલોન થાના કોન્થોદ ઉત્તરપ્રદેશ હોવાનું તેણે જણાવ્યું હતું અને તેની પુછપરછમાં તેને જણાવ્યું હતું કે પોતે પોતાના નાના ભાઈ ગોપાલ નિસાદની સાથે મળીને અમદાવાદના નારોલ વિસ્તારમાં ચોરી કરી હતી.જેમાં ચાંદીની મૂર્તિ, લેપટોપ, રોકડ વિગરેની ચોરી કરી હતી અને જે તે સમયે તેનો ભાઈ પકડાઈ ગયો હતો અને પોતે નાસી છૂટ્યો હોય ફરાર હતો દોઢ વર્ષ પહેલાના આ ચોરીના ગુનામાં તેને પકડીને અમદાવાદ પોલીસની જાણ કરવામાં આવી હતી. અને તેની પાસેથી એક બાઈક મળેલ હોય જેની પોકેટ કોપ એપ્લિકેશન વડે તપાસ કરવામાં આવતા તેણે આ બાઈક અંજારના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરેલ હોય બાઇક ચોરી સંદર્ભે અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ આગળની તપાસ માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરાયો હતો.

રાજકોટ સિવિલ ખસેડાયો

મોરબીના સામાકાંઠે સોઓરડી રામદેવપીર મંદિર નજીક રહેતો વિજયભાઈ લાલજીભાઈ સોલંકી નામનો ૩૮ વર્ષનો યુવાન ગત તા.૪-૨ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મોરબી સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન સાથે અથડાયો હતો અને તેને મોરબીની સિવિલ બાદ રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાં સારવાર બાદ હાલ તેને રાજકોટ સિવિલ ખાતે ખસેડાયો હોય આ અંગે પોલીસે માહિતી આપેલ છે તેમજ આ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અકસ્માત 

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેની પ્રભુકૃપા રેસીડેન્સીમાં રહેતો યુગ મહેશભાઈ જાકાસણીયા નામનો ૨૦ વર્ષનો યુવાન તા.૧૭ ના બાઇક લઈને જતો હતો ત્યારે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ સાથે અન્ય બાઇક સાથે અથડાતા ઈજા પામતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી નજીકના આમરણ ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં વિજય રઘાભાઈ સિંધવ (૨૨) રહે.મોટી મોલડી તા.ચોટીલા વાળાને ઈજા થતા મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી






Latest News