મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતા દારૂ-ડ્રગને રોકવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી જીલ્લામાં આવતા દારૂ-ડ્રગને રોકવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં દરરોજ પકડતા દારૂને આવતો અટકાવવા તેમજ સંભવિત ડ્રગ ન આવે તે માટે પૂરતા પાગલ લેવામાં આવે તે જરૂરી છે જેથી કરીને ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીની લેખિતમાં રજૂઆત કરેલ છે.   

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં દરરોજ  ક્યાંકને ક્યાંક  દારૂ પકડવામાં આવે છે અને પોલીસ વિભાગ નાના નાના દારૂના ધંધાર્થીઓને પકડે છે. પરંતુ આ સીલસીલો કોઈ દિવસ બંધ જ થતો નથી તેનો અર્થ એજ છે કે મોટા મગર મચ્છોને પકડવામાં આવતા નથી જો ખરેખર દારૂની બદીને મોરબી જીલ્લામાં બંધ જ કરવી હોઈ તો મોટા મગર મચ્છોને પકડવા જરૂરી છે. અને મોરબીની બોર્ડરની અંદર દારૂ આવે જ નહી તેવી કડક ચોકી પહેરો ગોઠવવો જરૂરી છે.

આ ઉપરાંત નશાકારક ડ્રગનું જોખમ પણ મોરબીમાં આવી ગયાની વાતો સાંભળવા મળે છે. અગાઉ મોરબીના ઝીંઝુડામાં ડ્રગ્સનો ખુબ જ મોટો જથ્થો પકડાયેલ હતો. આ ડ્રગ્સ નાના ભૂલકાઓ અને યુવા પેઢીને તેનો શિકાર ન બનાવે તે માટે સ્કુલ કોલેજો આજુબાજુ વેચતા ખાધ્ય પદાર્થોની ચકાસણી કરવી જરૂરી છે. અને આનું ચેકિંગ સમયાન્તરે થવું ખુબ જ જરૂરી છે. આ માટે મોરબી જીલ્લામાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે કે દારૂ કે ડ્રગ્સ જીલ્લામાં આવે જ નહી તે જરૂરી છે જેથી આ જીલ્લામાં કડક અધિકારી મુકીને નશાકરક પદાર્થની આવકના પોઈન્ટ જ બંધ  કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો આવું કરવામાં નહી આવે તો લોકોને સાથે રાખીને જનતા રેડ કરીને આવા લોકોની સાથે સાઠગાઠ વાળાઓને ખુલ્લા પડવાના કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News