હળવદમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીમાં ઘરની અંદર ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું મોત
SHARE







મોરબીમાં ઘરની અંદર ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું મોત
મોરબીના લાભનગરમાં કોઈ કારણોસર યુવાન ઘરે દાઝી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના સગા સંબંધીઓ પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરમાં રહેતો ચતુરભાઈ સોમાભાઈ સાલાણી (25) નામનો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી ગયો હતો જેથી તેને ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના સગા વહાલા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ને આ બનાવની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક યુવનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.
