મોરબી નજીક ટ્રેનની હડફેટે ચડી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
SHARE







મોરબી નજીક ટ્રેનની હડફેટે ચડી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનથી ભડીયાદ તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની હડફેટે યુવાન ચડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હોય પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા વિજયભાઈ લાલજીભાઈ સોલંકી (37) નામનો યુવાન ગત તા. 4/2 ના રોજ રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં નજરબાગ રેલવે સ્ટેશનથી ભડીયાદ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
