મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પતિ શંકા વહેમ રાખીને ઝઘડો કરતાં હોય પરિણીતાએ આયખુ ટુકાવ્યુ


SHARE









વાંકાનેરમાં પતિ શંકા વહેમ રાખીને ઝઘડો કરતાં હોય પરિણીતાએ આયખુ ટુંકાવ્યુ

વાંકાનેરની મિલ સોસાયટીમાં આવેલ ચાર માળિયા બિલ્ડિંગમાં રહેતી પરણીતાના પતિ નાની નાની વાતમાં શંકા વહેમ કરતા હતા અને ઝઘડો કરતાં હતા જેથી પરિણીતાને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મિલ સોસાયટીમાં આવેલ ચાર માળિયા બિલ્ડિંગમાં રહેતા હીનાબેન રફિકભાઈ બાબરીયા (23) નામની પરણીતાએ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાના પતિ રફીકભાઈ ઈબ્રાહીમભાઇ બાબરીયા નાની નાની વાતમાં શંકા વહેમ કરતા હતા અને બંને વચ્ચે ઝઘડો થતો હતો જે બાબતે તેઓને લાગી આવતા પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News