વાંકાનેરમાં પતિ શંકા વહેમ રાખીને ઝઘડો કરતાં હોય પરિણીતાએ આયખુ ટુકાવ્યુ
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ-નશા વિરોધી સેમિનાર યોજાયો
SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ-નશા વિરોધી સેમિનાર યોજાયો
મોરબીની પી.જી. પટેલ કોલેજમાં મોરબી એસઓજી ટીમના સહયોગથી ડ્રગ્સના દૂષણ વિરોધી સેમિનાર અને જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી એસઓજીના પીએસઆઈ એમ.એસ.અંસારી તેમજ ફારુકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી એસઓજી ટીમ દ્વારા ડ્રગ્સ અને નશાની આડ અસરો, ડ્રગ્સના દૂષણથી કેમ બચવું અને ડ્રગ્સના દૂષણથી અન્યને કેમ બચાવવા તે અંગે અર્થપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર પી.જી.પટેલ કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા એસઓજી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
