મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું  સારવાર દરમ્યાન મોત


SHARE









વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું  સારવાર દરમ્યાન મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલ પંપની સામે રોડ ક્રોસ કરી રહેલા મહિલાને ટુરિસ્ટર ટેમ્પોના ચાલકે હડફેટે લેતા મહિલા રસ્તા ઉપર નીચે પટકાઈ હતી અને તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી મહિલાને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયેલ હતો જેથી કરીને હાલમાં મૃતક મહિલાના કૌટુંબિક દિયર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કમલસિંહ નિર્ભયસિંહ પરીહાર (46)એ હાલમાં ટુરિસ્ટર ટેમ્પો નંબર જીજે 6 એક્સ એક્સ 0899 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 27/1/ 2025 ના રોજ વહેલી સવારે સવા છ વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પેટ્રોલ પંપની સામે રોડ ઉપરથી તેઓના કૌટુંબિક ભાભી જશુબાઈ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન વાહન ચાલકે તેઓને પાછળથી ઠોકર મારતા તે રસ્તા ઉપર પડી ગયા હતા અને ત્યારે તેમને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલ હોય હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક મહિલાના કૌટુંબિક દિયરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નસીરભાઈ અહેમદભાઈ (50) નામના આધેડને ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તેમને ઈજા થતાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા મૂળજીભાઈ ગોવિંદભાઈ પરમાર (42) નામના યુવાને કોઈ કારણોસર ફીનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને હવે આગળની વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.




Latest News