મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી કરાયો કરિયાવર
SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી કરાયો કરિયાવર
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે મોરબીમાં યોજાયેલ જુદાજુદા બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ આપ્યો હતો જેમાં વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સહ-આયોજક તરીકે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં 41,000નું અનુદાન આપ્યું હતું. આ દાનનો ઉપયોગ દીકરીઓને કપડાં આપવા માટે થયો હતો. આ ઉપરાંત દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં આ સંસ્થાએ કન્યાદાનમાં 7 દીકરીઓને જુદીજુદી વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપી હતી. અને બંને સ્થળે સમૂહલગ્નમાં સંસ્થાના સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા
