મોરબીના નીચી માંડલ ગામ પાસેથી સગીરાનુ અપહરણ, આરોપીની શોધખોળ શરૂ
હળવદના ઇંગોરાળા નજીકથી જાહેરમાં સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળવા મામલે આરોગ્ય આધિકારીએ કર્યો તપાસનો આદેશ
SHARE







હળવદના ઇંગોરાળા નજીકથી જાહેરમાં સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળવા મામલે આરોગ્ય આધિકારીએ કર્યો તપાસનો આદેશ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામ વચ્ચેથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવ્યા હતા જે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને આ બનાવમાં જે કોઈ દોષિત હોય તેની સામે આકરા પગલાં લેવાની કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી છે
રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અને છેવાડાના લોકો સુધી આરોગ્યની સારી સુવિધાઓ મળે તેના માટે તેને સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની દવાઓ ખરીદી કરીને આરોગ્ય સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્યતંત્રની બેદરકારીને કારણે લોકો સુધી દવા પહોંચવાના બદલે સીધી જ કચરામાં પહોંચતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી છે તેવામાં ગઈકાલે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામની વચ્ચેથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવ્યા હતા જેથી કરીને આ અંગે હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કંજારિયા દ્વારા આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સ્થળ ઉપર આરોગ્ય વિભાગના અધિકારીની ટીમ પહોંચી હતી અને આ બાબતે આજે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સંજયભાઇ શાહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતે તપાસ કરવા માટે થઈને આદેશ આપ્યો છે અને તપાસ નો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે જોકે આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકોને મળવી જોઈએ તે દવા જાહેરમાં કચરામાં ફેંકી દેવામાં આવેલ હોય આવી ગંભીર બેદરકારી અને બીજા લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી બેદરકારી દાખવનારા અધિકારી અને કર્મચારી સામે આકરા પગલા લેવા જોઈએ તો જ આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવી શકાશે.
