મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી કરાયો કરિયાવર
મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો
સમગ્ર શિક્ષા દ્વારા કુમાર શાળાઓમાં એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો.૬ થી ૮ ના બાળકોનો મનોશારીરિક વિકાસ કરવાનું નિહિત છે. ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ 'ઉજાસ ભણી' કાર્યક્રમ મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં યોજાઈ ગયો.જેમાં મોરબીના સાહિત્યકાર, ઇતિહાસકાર, અને મોટીવેશનલ સ્પીકર નર્મદાનંદન કવિ જલરૂપ દ્વારા બાળકોને ઉજાસ ભણી કાર્યક્રમમાં "તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ" વિષય પર સુંદર વક્તવ્ય આપી સર્વાંગી વિકાસ માટે કઈ- કઈ બાબતોનું ધ્યાન વિદ્યાર્થીઓએ રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.તેઓએ પ્રેરણાદાયી વાર્તાઓથી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ નર્મદાનંદન કવિ જલરૂપ દ્વારા દેશી રાજા રજવાડાંઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં ગોઠવવામાં આવ્યું હતું.જેથી શાળાના આચાર્ય મનન બુદ્ધદેવએ નર્મદાનંદન કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
