મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો
પ્રેરણાદાયી : મોરબીમાં લગ્નની વર્ષગાંઠ તેમજ જન્મદિવસ નિમિતે મેડીકલ કેમ્પનું આયોજન
SHARE







પ્રેરણાદાયી : મોરબીમાં લગ્નની વર્ષગાંઠ તેમજ જન્મદિવસ નિમિતે મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીના નાના દાનવીર રૂદ્ર દ્વારા પોતાના તથા મમ્મીના જન્મ દિવસ અને મમ્મી-પપ્પાના લગ્ન દિવસની ઉજવણીનું સતત ૮ વર્ષથી આયોજન કરવામાં આવે છે.તા.૨૩-૨ ના ડૉ.હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પનું આયોજન રૂચિતા દર્શન ભટ્ટના લગ્નની વર્ષગાંઠ, પુત્ર રૂદ્ર તેમજ રૂચિતાના જન્મદિવસ નિમિતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન અહીંના મહિલા પોલીસ સ્ટેશન, સબજેલ સામે, મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.જેમાં દરેક દર્દીઓનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે દર્દીનું બ્લડ સુગર તેમજ બીપી ચેકઅપ કરી આપવામાં આવેલ.આ કેમ્પમાં જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વા, સાંધા, ઘૂંટણના દર્દીઓને પોઇન્ટની વિશેષ સારવાર આપીને ૫૦ જેટલા દર્દીઓને રાહતનો અહેસાસ કરાવ્યો હતો.આ કેમ્પને સફળ બનાવવા મહિલા પીઆઇ લગ્ધિરકા, પીએસઆઇ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ સગતભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેને જહેમત ઉઠાવીને સુંદર રીતે કાર્યવાહી કરેલ.કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઇ દેસાઈ, કેતનભાઈ મેહતા, દર્શન ત્રીવેદી, કૌશિકાબેન રાવલ, ઋચિતાબેન ભટ્ટ, જનકભાઇ ભટ્ટ તેમજ કોઠારીભાઈએ સેવા આપી હતી.
