મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
મોરબીના નેહરૂ ગેઇટ પાસેના મહીલા શૌચાલયની કાયાપલટ કયારે..? : સામાજીક કાર્યકરો
SHARE







મોરબીના નેહરૂ ગેઇટ પાસેના મહીલા શૌચાલયની કાયાપલટ કયારે..? : સામાજીક કાર્યકરો
મોરબી મહાનગર પાલિકામાં નેહરૂ ગેઇટ તો સાફ થઇ ગયો પરંતુ ત્યાં આવેલ લેડીશ શૌચાલયમાં દારૂની કોથળીઓ પડેલી હોય છે.તેમજ મોટર પણ ચોરાઈ ગયેલ છે.કાંઈ પણ રહેવા દિધુ નથી.તેવી ખંઢેર હાલતમાં છે તો શું મહાપાલીકા મહિલાઓની આ વેદના સાંભળશે.? તેવો સવાલ અહીંના સામાજીક કાર્યકરોએ ઉઠાવ્યો છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે જગદીશભાઇ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશભાઈની પોતાની રજુઆત છે કે, મોરબીના નહેરૂ ગેઇટના ચોકની આગળ જીઈબી ની ઓફિસ પાસે મહિલા સૌચાલયની ઘણા સમયથી એટલે કે સને-૨૦૧૭ થી માંગણી હતી.જે દીવસથી તે બનાવામાં આવેલ છે તે દિવસથી તેની સફાઇ થયેલ નથી..! એ માંગ હવે મોરબી મહાનગરપાલીકામાં કમીશ્નરની નિમણંક થતા પરિપુર્ણ થશે ? કે પછી આશ્વાસન જ મળશે ? હવે મહાનગરપાલિકામાં કમીશ્નરના હાથમાં જ સતા આવેલ છે તો શું હવે શાક માર્કેટમાં કે બજારમાં અન્ય ખરીદી માટે આવતી મહિલાઓની આ સાચી વેદના પાલીકા તંત્ર સાંભળશે ખરૂ ? શૌચાલયની સાફ સફાઇ કરાવવામાં આવશે કે પહેલાની જેમ જ ગંદકી રહેશે ? કેમકે આજુબાજુના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાંથી ખરીદી કરવા આવતી બહેનોને શૌચાલય માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે.તેટલા વિસ્તારમાં મહિલા શૌચાલય નથી જે શરમ જનક હોય અને મહિલાઓને આજુબાજુના ખુલ્લામાં કે પુરૂષ શૌચાલયમાં જવુ પડે છે.તો તે અંગે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે મહાનગર પાલિકાની જગ્યા છે ત્યાં જ શૌચાલયને સાફ-સફાઇ કરાવી ચાલુ કરવા મહિલા માટે બને તેવી વ્યાપારીઓ તથા મહિલાઓની માંગણી છે.તેવું વ્યપારી લોકો કહે છે.તો આ અંગે કમીશ્નર મહિલાઓની વેદના સમજીને તાત્કાલિક સારૂ શૌચાલય બનાવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે ઘણી રજુઆતો કરવા છતાં આજદીન સુધી શૌચાલયમાં કોઈ જાતની સફાઈ કામગીરી થતી નથી.જેની અનેકવાર રજુઆત કરેલ છે અને ખંઢેર હાલતમાં મહિલા શૌચાલય પડેલ છે.તો આ અરજને ઘ્યાને લઇને તાત્કાલિક મહિલા શૌચાલયની સફાઈ કરવા સામાજીક કાર્યકરોની અરજ છે.એક તરફ ગુજરાત સરકાર પાંચ વર્ષ પુર્ણ થતાં ભુપેન્દ્ર સરકાર ઉજવણી કરી મહિલા સશકિતકરણના કાર્યક્રમો આપી રહી છે.અને મહિલાનું સન્માન કરે છે.પરંતુ મોરબીના મઘ્યમાં જ આવેલ નહેરૂ ગેઇટના ચોક પાસે મહિલાઓ માટે જે શૌચાલય બનાવેલ છે.છતાં સાફ સફાઇ ન થવાથી મહીલાઓને હાલાકીનો સામનો કરવો પડે છે.તો શું અહીં મહીલાઓનું સન્માન જળવાઇ છે..? તો તાત્કાલિક શૌચાલય સાફ કરાવવા સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેનભાઈ તથા આમ જનતા તથા ખાસ મહિલાઓએ માંગ કરેલ છે.
