મોરબીના નેહરૂ ગેઇટ પાસેના મહીલા શૌચાલયની કાયાપલટ કયારે..? : સામાજીક કાર્યકરો
મોરબીમાં જીઆરડીમાં કામ કરતી મહિલાના ભાઈએ જીઆરડીના માનદ અધિકારીને આપી મારી નાખવાની ધમકી
SHARE







મોરબીમાં જીઆરડીમાં કામ કરતી મહિલાના ભાઈએ જીઆરડીના માનદ અધિકારીને આપી મારી નાખવાની ધમકી
મોરબી જિલ્લામાં જીઆરડીના માનદ અધિકારી તરીકે ફરજ બજવતા યુવાને જીઆરડીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલા ફરજ ઉપર હાજર ન હોય ગેરહાજરી મુકતા મહિલા કર્મચારીના ભાઈએ યુવાનને ફોન કર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સૂરજબાગની પાછળ આવેલ અંબિકા રોડ પર રહેતા વિપુલભાઈ રમેશભાઈ ગણેશિયા (32)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સજુભા દિલુભા રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબી જિલ્લામાં જીઆરડી વિભાગમાં જિલ્લાના માનદ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને સજુભા દિલુભા રાઠોડની બહેન રીટાબેન જીઆરડી વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને તે ફરજ પર ન આવતા ગેરહાજરી મુકતા સજુભા રાઠોડે તેની બહેન રીટાબેનના ફોનમાંથી ફરિયાદી યુવાનને ફોન કર્યો હતો અને ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ જીઆરડી વિભાગના માનદ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
