મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલયમાં બે શિક્ષકોને ટ્રસ્ટી તરફથી ઇ-સ્કૂટર ભેટ
ટંકારામાં દયાનંદ સરસ્વતિની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્ટ યોજાઇ
SHARE







ટંકારામાં દયાનંદ સરસ્વતિની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્ટ યોજાઇ
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્મારક ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દયાનંદ સરસ્વતિની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને શીલ્ડ અને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શહેરી કેટેગરીમાં બેસ્ટ શૂટર દિલીપભાઈ ગોહેલ, બેસ્ટ નેટી રાણીપા જીજ્ઞેશભાઈ અને વિડજા સંતોષભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલ છે. ગ્રામિણ કેટેગરીમાં બેસ્ટ શૂટર સંજયભાઈ ભાલોડીયા, બેસ્ટ નેટી સતિષભાઈ ગડારા અને ભાલોડીયા અલ્પેશભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ થયેલ છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દિપકભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ કારેલીયા અને દેવકુમાર પડસુંબીય સહિત આર્યવીર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી આ મેચમાં અમિતભાઈ પટેલ અને દિલીપભાઈ ગાહેલ, જીજ્ઞેશ રાણીપાએ રેફરી તરીકેની સેવા આપી હતી. અને મહાનુભાવોના હસ્તે ઋષિ બોધોત્સવની પૂર્વ સંધ્યાએ દરેક વિજેતા અને રનર્સઅપના ખેલાડીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા
