ટંકારામાં દયાનંદ સરસ્વતિની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્ટ યોજાઇ
ટંકારા આઇટીઆઇ ખાતે શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
SHARE







ટંકારા આઇટીઆઇ ખાતે શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૮ ને શુક્રવારે સવારે ૧૧ કલાકના આઇ.ટી.આઇ. સંસ્થા ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી હાથ કરશે. તેથી ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએસસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, આધારકાર્ડની નકલ, જોબ બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે અત્રે જણાવ્યા અનુસાર ભરતીના સ્થળે નિયત સમય અને તારીખના રોજ અચુક ઉપસ્થિત રહેવું.ઉલ્લેખનીય છે કે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ અત્રેના કાર્યક્રમમાં હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.
