મોરબીના નવલખી રોડે ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલા બાઇકની ચોરી
SHARE







મોરબીના નવલખી રોડે ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલા બાઇકની ચોરી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ નજીક આવેલ શક્તિ ટાઉનશિપમાં તુલસી બી એપાર્ટમેન્ટ બ્લોક નં-802 માં રહેતા સુરેશભાઈ રામજીભાઈ જાવિયા (53)એ અજાણ્યા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં તેમને પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએચ 6100 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેળ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાહેરનામાનો ભંગ
મોરબીના લખાધીરપુર રોડ ઉપર આવેલ ફ્રીટો નામનું ગોડાઉન અન્ય વ્યક્તિને ભાડે આપવામાં આવ્યું હતું જો કે તેની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગોડાઉનના કબજા ભોગવટેદાર મનીષભાઈ મનસુખભાઈ લકુમ (36) રહે. માધાપર શેરી નં-૧૩ મોરબી વાળા સામે જાહેરનામા ભાંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
