મોરબીના નવા ધરમપુર પાસે જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં
SHARE






મોરબીના નવા ધરમપુર પાસે જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં
મોરબીના નવા ધરમપુર ગામથી આગળ હનુમાનજીના મંદિર પાસેથી જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લીધી હતી જેથી કરીને ગાડી લઈને જઈ રહેલા વૃદ્ધને શરીરે ઇજાઓ થયેલ હતી માટે તેઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા ધરમપુર ગામથી આગળ હનુમાનજીના મંદિર પાસેથી જુના ધરમપુર ગામે રહેતા નાનજીભાઈ ખાનાભાઈ વાલેરા (64) નામના વૃદ્ધ પોતાના હવાલા વાળી ક્રેટા ગાડી નંબર જીજે 36 એફ 9313 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે જેસીબી નંબર જીજે 4 એપી 0105 ના ચાલકે તેઓની ક્રેટા ગાડીને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં નાનજીભાઈ વાલેરાને જમણા પગમાં તથા પાંસળીના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે અને શરીરને નાના મોટી ઈજા થઇ હોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેમણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
વરલી જુગાર
માળીયા મીયાણામાં સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા કાદરભાઈ આમદભાઈ સોતા (47) રહે. સોનાપુરીની બાજુમાં વવાણીયા ગામ તાલુકો માળીયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 350 રૂપિયાની રોકડ કબજે કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે


