મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ભૂત, પ્રેત અને ચૂડેલ બધુ જ હંબક છે: ટંકારામાં વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારથી ચેતો કાર્યક્રમ યોજાયો


SHARE

















ભૂત, પ્રેત અને ચૂડેલ બધુ જ હંબક છે: ટંકારામાં વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારથી ચેતો કાર્યક્રમ યોજાયો

ટંકારામાં રાજયના ૧૬૦ શિબિરાર્થીઓ, ગ્રામજનો, જનસમાજમાં અપાતા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાપાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાંત્રિકો માનવીનું તન-ધન-મનથી શોષણ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પિતૃ-સુરાપુરા, મૃત્યુ પામેલા કદી નડતા નથી. પણ જીવતા માણસો જ નડે છે.

ચમત્કારથી ચેતોના કાર્યક્રમની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગુરૂકુળ ભવાની કચ્છના સ્વામી શાંતાનંદજી, મેરઠના કૃષ્ણદેવ શાસ્ત્રી, આર્યવીર દલના મેહુલભાઈ કોરીંગા, મંત્રી દેવજીભાઈ પડસુંબિયા, અશોકભાઈ પરમારે હાજરી આપી હતી. આ તકે સ્વામી શાંતાનંદજીએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશ અને તેના વિચારો સમાજ માટે ઉપયોગી, માનસ પરિવર્તનથી લોકોને સુખાકારી તરફ લઈ જવાનો પ્રયાસ સાથે પોતાની ઉન્નતિનો માર્ગ બનાવે છે. આર્યવીર દળના સંચાલક મેહુલભાઈ કોરીગા અને મંત્રી દેવજીભાઈ પડસુંબિયાએ વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરી માનવધર્મ, કાયાણકારી સાથે પરિવારોની પ્રગતિ તરફ લઈ જવાની માર્ગ સર્વોત્તમ છે. શિબિરાર્થીઓને વાસ્તવમાં આ કાર્યક્રમ ઉપયોગી સાબિત થયો હતો.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ શિખીરાર્થીઓ અને જાગૃતોને સંબોધતા જણાવ્યું કે, ગ્રહો આપણી પાછળ પડયા નથી. પરંતુ આપણે જ ગ્રહોની પાછળ પડયા છીએ. જયોતિષને વ્યક્તિગત રીતે અમો ધતિંગ, બકવાસ, વાહિયાત અને નકામુ શાસ્ત્ર માનીએ છીએ, જ્યોતિષ ખોળા, લાલચુ અને તેમાં રૂચિ રાખનારા લોકોને ભરમાવીને પોતાની રોજીરોટી રળી ખાવાનો એકમાત્ર ધંધો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છતી આખે આઘળા અને પાગળા કરી મુક્વાનું કામ જયોતિષ કરે છે. જયોતિષ કદી પણ સ્પષ્ટ ભાષામાં આગાહી કે ફળકથન કરી શકતું નથી. વિજ્ઞાનમાં ભાષા સ્પષ્ટ હોય છે. લેબોરેટરીનું નિદાન દુનિયાભરમાં સ્પષ્ટ હોય છે. પરંતુ કેટલા જયોતિષીઓ તમામના ફળકથનો જુદા જુદા, અસ્પષ્ટ અને ભ્રામક હોય છે. જથોતિષમાં ગોળ-ગોળ જવાબો આપવામાં આવે છે. જ્યોતિષના કારણે કોઈ માનવીની જીંદગી સુધરી ગઈ હોય તેના એકપણ દાખલા નથી 

જાથાના જયંત પંડ્યાએ હાથના આંગળા, કાંડામાં દોરા, રક્ષાપોટલી, માદડીયા ના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ભારતમાં ફેસમોઢા ઉપર ચોપડવામાં આવતી પાવડરનો ઉપયોગ વપરાસ થતો નથી. તેનાથી વધુ આપણા દેશમાં અબીલ, ગુલાબ અને કંકુ, સિંદુર વપરાય છે. લાલ-લીલા દોરા, નાડાછડીઓ, રક્ષાપોટલીઓ, માદડીયા, તાવીજો આ બધાની બહુ જ મોટી ઈન્ડસ્ટ્રી આપણે ત્યાં સદીઓથી ચાલી રહી છે. જે દર વર્ષે અંધશ્રદ્ધાનો મબલખ ધંધો-નફો રળે છે. ગામેગામ આ વસ્તુઓ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. સંતાન ન થતું હોય, લગ્નનો મેળાપ ન થવી, ધંધામાં બરકત ન થવી, આર્થિક સમસ્યા, પત્ની બીજા જોડે ભાગી ગઈ હોય, પતિને કોઈક સાથે લફરું હોય , વળગાડ થવો, વશીકરણ, વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈની વસ્તુઓ આવી અનેક પ્રકારની સમસ્યાઓના નિરાકરાણ માત્ર પાંચ મિનિટ કે ૨૪ કલાકમાં ઉકેલી નાખવાની ક્રેઝ પણ ભારતમાં જોવા મળે છે.

વધુમાં જણાવ્યું કે આપણા દેશમાં ભૂત, પ્રેત, ડાકણ, ચૂડેલ, અદ્રશ્ય શક્તિથી હેરાન કરવું, મેલીવિધા, આસુરી શક્તિ વગેરે હંબક અને વાહિયાત છે અને જાથાના ચેરમેન જયંત પંડયાએ ચમત્કારીક રીતે અન્નનું આપોઆપ સળગવું પ્રયોગ શીખવતાં જણાવ્યું કે વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો માનવાથી માનવીને પાપમાથી મળે છે, વિજ્ઞાનનું પ્રથમ પગથીયું તર્ક-સંશય છે. અંધશ્રદ્ધાથી માનવજાતની અધોગતિ થઈ છે. ચમત્કારો પાછળ વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા હોય છે. આપણી અજ્ઞાનતાનો લાભ લેભાગુઓ મેળવે છે. જ્ઞાન-વિજ્ઞાનને સીમાડા નડતા નથી. નમ્રતા, ઉદારતા વિજ્ઞાનનો સ્વભાવ છે. જડતા, અહંકાર, સંકુચિતતા, પોતાના લાભ માટે બીજાને ઉશ્કેરવા પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ. અને લોકોને આર્થિક રીતે સમૃધ્ધ થવા લોકોને આહવાન કર્યું હતું. સાથેસાથે ભુવાની સાંકળ મારવાની લીલા સહિતના ચમત્કારી પ્રવૃત્તિઓનું સફળ રીતે નિર્દર્શન કરી લોકોને અંધશ્રદ્ધાથી દુર રહેવાની અપીલ કરી હતી.




Latest News