મોરબીના નવા ધરમપુર પાસે જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં
માળીયા (મી)ના કાજરડા નજીકથી જામગરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
SHARE






માળીયા (મી)ના કાજરડા નજીકથી જામગરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
માળીયા (મી)ના કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે બંદૂક અને બાઇક મળીને 22,000 ની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા નેશનલ હાઈવેથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઈને એક શખ્સ પસાર થયો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની લાયસન્સ વગરની એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર તથા 20,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 22,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સિકંદર જાકૂબભાઈ કાજેડીયા (30) રહે. કાજરડા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


