માળીયા (મી)ના કાજરડા નજીકથી જામગરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
મોરબીના બહાદુરગઢ નજીક અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE






મોરબીના બહાદુરગઢ નજીક અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા આધેડના બાઈકને ટેન્કર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી આધેડનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ભારતનગર (વાધરવા) ખાતે રહેતા કાર્તિકભાઇ અમુભાઇ ધ્રાંગા (૨૬)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેન્કર નં- જીજે 12 એડબલ્યુ 9504 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા હાઇવે ઉપરથી ફરિયાદીના પિતા અમુભાઈ જેસંગભાઈ ધ્રાંગા (49) તા ૨૪ ના રોજ બપોરના સમયે તેમનું બાઈક લઈને જતા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા નજીક તેમના બાઇકને ટેન્કર ચાલકે હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતા અમુભાઈ ધ્રાંગાને ગંભરી ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા ચલાવી રહ્યા છે.


