મોરબીના બહાદુરગઢ નજીક અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો
ટંકારાના નેકનામ પડધરી રોડે કારખાનામાં લેબર કોલોની પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત
SHARE






ટંકારાના નેકનામ પડધરી રોડે કારખાનામાં લેબર કોલોની પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત
ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કોલોનીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં રમતા રમતા બાળક પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવની ટંકારની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ શિલ્પન બોર્ડ લેમ્પ પ્રા.લી. કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ વાખલાનો પાંચ વર્ષનો દીકરો વિષ્ણુ લેબર કોલોનીની બાજુમાં રમતો હતો ત્યારે રમતા રમતા ત્યાં આવેલ પાણીના ખાડામાં પડી જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


