મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે બોર્ડના વિદ્યાર્થીઓને કલેક્ટર પરીક્ષા કેન્દ્રમાં આવકરશે


SHARE









મોરબીમાં કાલે બોર્ડના વિદ્યાર્થીઓને કલેક્ટર પરીક્ષા કેન્દ્રમાં આવકરશે

ગુજરાતમાં કાલે તા.૨૭ ને ગુરુવારથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી સહિતની તમામ સુવિધાઓ ચેક કરી લેવામાં આવી છે અને કાલે બોર્ડની પરિક્ષાના પહેલા દિવસે કલેક્ટર સહિતના અધિકારીઓએ પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર રહીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર આવકારશે.

મોરબી જીલ્લામાં ધો. ૧૦ ની પરીક્ષા માટે દશ કેન્દ્રોના ૫૧ બિલ્ડીંગમાં કુલ ૧૩,૮૨૯ વિદ્યાથીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪ કેન્દ્રોના ૨૭ બિલ્ડીંગમાં ૭૨૩૬ વિદ્યાર્થીઓ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ કેન્દ્રોના ૮ બિલ્ડીંગમાં કુલ ૧૭૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ માં કુલ ૧૭ કેન્દ્રોમાં ૮૬ બિલ્ડીંગમાં કુલ ૨૨,૮૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મોરબી કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, પ્રવીણભાઈ અંબારીયા, ભાવેશભાઈ ભાલોડીયા અને શૈલેશભાઈ મેરજા સહિતના અધિકારીઓએ પરિક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને પરીક્ષાના પ્રથમ દિવસે કલેકટર કે.બી.ઝવેરી શનાળા રોડે આવેલ ડીજેપી કન્યા વિધાલય ખાતે હાજર રહેશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં આવકારશે અને ત્યારે વિદ્યાર્થીઓને તિલક કરીને મીઠું મોઢું કરાવવામાં આવશે.




Latest News