મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટીક સર્જરી હેઠળ ત્રાંસી ગરદનની ઓપરેશનથી શ્રેષ્ઠ સારવાર


SHARE













મોરબી આયુષ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટીક સર્જરી હેઠળ ત્રાંસી ગરદનની ઓપરેશનથી શ્રેષ્ઠ સારવાર

મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે 15 વર્ષની અંકિતાબેન નામની દીકરીને જન્મથી ગરદન ત્રાંસી હતી. તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ દીકરી ગરદનની હલન-ચલન થતી ન હતી. અને ગળાના ભાગે દુખાવો પણ થતો રહેતો હતો. અને તે દેખાવમાં પણ ખરાબ લાગતું હતું. જો કે, અંકિતાનો પરિવાર તેને લઈને મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો ત્યાં પ્લાસ્ટિક સર્જન ડો. આશિષ હડીયલ દ્વારા તે દીકરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વ્યવસ્થિત રીતે તે દીકરીની ગરદનનું હલન-ચલન થઈ શકે છે અને દેખાવમાં પણ સીધી ગરદન લાગે છે. વધુમાં ડો. આશિષ હડીયલના કહેવા પ્રમાણે દર્દીને "congenital torticollis" નામની તકલીફ હતી. torticollis એટલે કે "ત્રાંસી ગરદન" થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. મોટા ભાગના કેસમાં જન્મથી જોવા મળે છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે વ્યવસ્થિત રીતે ફિઝીયોથેરાપી કરવામાં આવે તો ઘણા બધા કેસમાં સારું પરિણામ મળતું હોય છે. પરંતુ 1 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકમાં અથવા 1 વર્ષ સુધી કસરત કરવા છતા પરિણામ ન મળે તો ઓપરેશન કરાવવાથી પરિણામ મળી શકે છે. અને આ હોસ્પીટલમાં દર્દીની સર્જરી કરી શ્રેષ્ઠ પરિણામ આપવા બદલ દર્દી અને તેના પિતાએ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News