મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તાલુકાનાં પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પાણી અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે જેથી કરીને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે લોકોને નિયમિત અને પૂરા ફોર્સથી પાણી આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા (મી)ના મોટાભેલા ગામના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલફરિયાદ કરીને કહ્યું હતું કે, પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાનાભેલા સંપ ગ્રુપના ગામોમાં પીવાનું પાણી ઉનાળો નથી આવ્યો ત્યા અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે તો આગામી ઉનાળામાં શું થશે ? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

સરકારી તંત્ર, સરકારી કોન્ટ્રાકટર ક્યારે ગામમાં પાણી આવે છે કે નહીં તે પૂછવા માટે પણ આવતા નથી. અને લોકોને ભગવાન ભરોસો હોય તેવી સ્થિતિ છે બીજી બાજુ મચ્છુ-૨ કેનાલનું પાણી ખુબ જ મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. અને પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી. જેથી કરીને સબંધિત વિભાગને જરૂરી આદેશ કરીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે જુદાજુદા ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News