મોરબી જીલ્લામાં RTE હેઠળ શાળામાં પ્રવેશ માટે શુક્રવારથી ઓનલાઈન અરજી શરૂ
SHARE







મોરબી જીલ્લામાં RTE હેઠળ શાળામાં પ્રવેશ માટે શુક્રવારથી ઓનલાઈન અરજી શરૂ
રાજ્ય સરકાર દ્વારા ધો.1 નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે અને આગામી શૈક્ષણિક વર્ષ માટે RTE હેઠળ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી તા.28 ફેબ્રુઆરીથી કરી શકાશે અને તા.12 માર્ચ સુધીમાં https://rte.orpgujarat.com બસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન કરેલ અરજી સાથે જરૂરી આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી આધાર પુરાવાઓની વિગત https://rte.orpgujarat.com વેબસાઈટ ઓનલાઈન પર જોઈ શકાશે. વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/ કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. પાન કાર્ડ ન ધરાવતા અને ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિ. મોરબી જિલ્લાના પાંચ તાલુકાની કુલ 181 શાળાઓમાં 1921 જેટલી જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ રહેલ છે. અને 1921 પૈકી 1500 જગ્યાઓ ગુજરાતી માધ્યમ માટે તથા 421 જગ્યાઓ અંગ્રેજી માધ્યમ માટેની છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, મોરબીના રૂમ નંબર 129 માં રૂબરૂ અથવા મોરબી જિલ્લા રીસીવિંગ સેન્ટર ફોન નં. 02822 299106 ઉપરથી માહિતી મેળવી શકાશે. તેમ RTE પ્રવેશ પ્રક્રિયાના નોડલ ઓફિસરે તેની યાદીમાં જણાવ્યુ છે.
