મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ (નજરબાગ) દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ


SHARE









મોરબી લાયન્સ ક્લબ (નજરબાગ) દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને જિલ્લાનાં જરૂરિયાતમંદ અને અતિ દયનિય પરિસ્થિતિ વાળા 150 ટીબીનાં દર્દીઓને "પ્રોટીન વાળા ખોરાકની કીટ વિતરણ" પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન દર મહિનાનાં છેલ્લા બુધવારે આ લોકોમાં પ્રોટીનકિટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત તા.26 ને બુધવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યા દરમ્યાન જિલ્લા ક્ષય (ટીબી) કેન્દ્ર મહેન્દ્રસિંહજી હોસ્પિટલ વોરાબાગ સામે મોરબી ખાતે આ વર્ષની પ્રથમ પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. દિવ્યાબેન તથા સ્વ મંજુલાબેન પ્રભુભાઈ કાસુન્દ્રાના સ્મરણાર્થે આ સમગ્ર વર્ષની સંપૂર્ણ પ્રોટીન કીટના દાતા હિતેનભાઈ પ્રભુભાઈ કાસુન્દ્રા છે અને તેનો કલબના સભ્યોએ આભાર વ્યક્ત કરાયો હતો.




Latest News