મોરબી લાયન્સ ક્લબ (નજરબાગ) દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ
મોરબીના શનાળાથી ઘુનડા તરફ જવાના રોડે દબાણોને તોડી પડતું તંત્ર
SHARE







મોરબીના શનાળાથી ઘુનડા તરફ જવાના રોડે દબાણોને તોડી પડતું તંત્ર
મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામો ઉપર હાલમાં સરકારી બુલડોઝર જોરશોર ચાલી રહ્યું છે તેવામાં મોરબીના શનાળાથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડની સાઇડમાં કરવામાં આવેલા દબાણ હટાવ માટેનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું અને સરકારી બુલડોઝર ફેરવીને તે દબાનોને તોડી નાખવામાં આવેલ છે. આ અંગે વધુમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના શનાળા ગામથી રવાપર અને ઘુનડા જવાનો જે ત્રણ કિલો મીટરનો રોડ આવેલ છે તે રોડની બંને બાજુએ જુદીજુદી જગ્યાએ દબાણો કરવામાં આવેલ હતા જેને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનોના ઓટલા, એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ સહિત કુલ મળીને 15 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. અને 45 જેટલા બેનરોને પણ હટાવવામાં આવ્યા હતા.
