મોરબીના શનાળાથી ઘુનડા તરફ જવાના રોડે દબાણોને તોડી પડતું તંત્ર
વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે મહાનદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનું મોત
SHARE







વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે મહાનદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનું મોત
વાંકાનેર તાલુકાનાં ઢૂવા પાસે આવેલ નદીમાં ન્હાવા માટે લોકો ગયા હતા ત્યારે નદીમાં ડૂબી જતાં મૂળ રાજસ્થાનના રહેવાસી સાળી અને બનેવીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે શિવરાત્રિના દિવસે ભરાયેલ મેળામાં વસ્તુઓ વેચવા માટે રાજસ્થાનથી એક જ પરિવારના લોકો આવ્યા હતા અને તે લોકો ગુરુવારે બપોરના સમયે વાંકાનેર તાલુકાનાં ઢૂવા ગામ પાસે સિમ વિસ્તારમાંથી પસાર થતી મહાનદીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે ઘરના સભ્યો જેમાં બાળકો મહિલાઓ સહિતના ન્હાતા હતા ત્યારે અચાનક જ માયાબેન રતનભાઈ વણઝારા (18) કોઈ કારણોસર પાણીમાં ડુબવા લાગ્યા હતા જેથી કરીને તેને બચાવવા માટે તેના બનેવી મુરારીભાઈ કલ્યાણભાઈ વણઝારા (23) પાણીમાં પડ્યા હતા અને સાળીને બચાવવા માટે પાણીમાં પડેલા બનેવી પણ પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને બન્નેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
દારૂના ગુનામાં 8 વર્ષે આરોપી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા 8 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો અને આ આરોપીને રાજસ્થાનના બાડમેર જિલ્લા ખાતેથી મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી લઈ આવી હતી અને વાંકાનેર તાલુકા પોલીસના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મુનિમ સુરેન્દ્રકુમાર ઉર્ફે સુરેશ ડોગિયાલ બાડમેર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે આરોપી સુરેન્દ્ર બિરારામ ચૌધરી (39)ને મોરબી જિલ્લા એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા બાડમેરથી પકડી મોરબી લઈ આવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.
