માળિયા (મી)ના વેણાસર ગામે અગરિયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મુશ્કેલીમાં વધારો: મોરબીના પેકેજિંગ યુનિટને પેપરમિલ માલિકો હવે માત્ર 45 દિવસની ઉધારી આપશે, કેટલાક યુનિટ બંધ થાય તેવા એંધાણ
SHARE






મુશ્કેલીમાં વધારો: મોરબીના પેકેજિંગ યુનિટને પેપરમિલ માલિકો હવે માત્ર 45 દિવસની ઉધારી આપશે, કેટલાક યુનિટ બંધ થાય તેવા એંધાણ
મોરબીમાં આવેલ સિરામિકમ પેપર મિલ સહિતના ઉદ્યોગો માટે દિવસેને દિવસે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે તેવામાં મોરબીની આસપાસમાં આવેલ પેકેજિંગના નાના મોટા યુનિટ આવેલ છે જેમાં તૈયાર કરવામાં આવતા બોક્ષને સિરામિક યુનિટમાં મોકલાવવામાં આવેલ છે અને વર્ષોથી ઉધારીમાં ધંધા ચાલી રહ્યા છે જો કે, કોરૂગેટેડ બોક્ષ બનાવવા માટે જે રો-મટિરિયલ્સ અત્યાર સુધી બે થી ત્રણ મહિના સુધીની ઉધારીમાં આપવામાં આવતું હતું તે હવે માત્ર 45 દિવસની સરકારના નિયમ મુજબની ઉધારીમાં આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે જો કે, પેપરમિલ ઉદ્યોગના નિર્ણયથી હાલમાં પેકેજિંગના કારખાના ધરાવતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે.
મોરબીની આજુબાજુમાં આવેલ સિરામિકના ઘણા કારખાના બંધ થઈ ગયેલ છે તેવી જ રીતે ઘણી પેપર મિલો પણ બંધ થઈ ગયેલ છે અને પોલિપેકના ઘણા કારખાના બંધ છે ત્યારે મોરબીના સિરામિક સહિતના જુદાજુદા ઉદ્યોગ સાથે જોડાયેલ મોરબીના પેકેજિંગ ઉદ્યોગ ઉપર હવે સંકટના વાદળો ઘેરાવા લાગેલ છે અને મોરબીના પેકેજીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા કારખાનેદારો અને પેપર મિલ સાથે જોડાયેલા કારખાનેદારોની તાજેતરમાં મિટિંગ મળી હતી જેમાં પેપર મિલના માલિકોએ હવે સરકારના નવા નિયમ મુજબ 45 દિવસની ઉઘારીમાં માલ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને કોરૂગેટેડ બોક્સ બનાવીને સિરામિક યુનિટોમાં આપતા કારખાનેદારોની ચિંતા વધી ગયેલ છે કેમ કે, તેઓને તેના માલ વેચાણ પછી બે થી ત્રણ મહિના સુધી રૂપિયા મળતા નથી આ સ્થિતિમાં યુનિટ ચાલુ કેવી રીતે રાખવા તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.
અત્રે ઉલેખનીય છેકે, કોરૂગેટેડ બોક્સ બનાવવા માટેનું રો-મટીરીયલ્સ મોરબીની પેપર મિલોમાંથી લેવામાં આવે છે અને તાજેતરમાં જે મિટિંગ મળી હતી તેમાં 150 જેટલા પેકેજીંગના યુનિટના માલિકો હાજર રહ્યા હતા ત્યારે પેપર મિલ એસો. પ્રમુખ સહિતનાએ જણાવ્યુ હતુ કે, પેપર મિલ ઉદ્યોગોને તમામ ચૂકવણું તુરંત જ કરવાનું હોય છે. અને તેઓને ક્યાંયથી બાકીમાં માલ મળતો નથી. જેથી કરીને પેપરમિલ ઉદ્યોગને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી નવા નાણાકીયથી 45 દિવસ માટેની જ ઉઘરીમાં માલ આપવામાં આવશે તેવું કહી દેવામાં આવ્યું છે.
આ અંગે પેકેજીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પાર્થભાઇ, પ્રકાશભાઈ, ધીરેનભાઈ, પિયુષભાઈ, રાજુભાઇ, હાર્દિકભાઇ અને મેહુલભાઈ પાસેથી જાણવા મળ્યું છે કે, પેપરમિલ ઉદ્યોગ દ્વારા હવે 45 દિવસ માટે જ ઉઘારીમાં માલ આપવામાં આવશે તેવી નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને પેકેજીંગ ઉદ્યોગની મુશ્કેલી વધશે તે નિશ્ચિત છે કેમ કે, તેઓ તૈયાર માલ સિરામિક ઉદ્યોગને આપે છે અને ત્યાંથી તેઓને 45 દિવસમાં પેમેન્ટ મળતું નથી. અને હાલના સંજોગામાં સિરામિક ઉદ્યોગ પાસેથી 45 દિવસમાં માલનું પેમેન્ટ મળી જશે તેવું કહેવું પણ મુશ્કેલ છે ત્યારે ભવિષ્યમાં આર્થિક મુશ્કેલી ઊભી થાય અને કેટલાક પેકેજિંગના યુનિટ બંધ કરવા પડે તેવી શ્ક્યતા હાલમાં દેખાઈ રહી છે.


