મોરબી પીજીવીસીએલ ખાતે કાલે ધારાસભ્યની હાજરીમાં મિટીંગ યોજાશે
હળવદમાં છરી સાથે સોશ્યલ મીડિયામાં વિડીયો મુકનાર બે શખ્સોની ધરપકડ
SHARE






હળવદમાં છરી સાથે સોશ્યલ મીડિયામાં વિડીયો મુકનાર બે શખ્સોની ધરપકડ
મોરબી જીલ્લામાં છરી સાથે વિડીયો બનાવીને સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ હતો અને આ વિડિયો હળવદનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને છરી સાથેનો વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામમાં મુકનાર બે શખ્સોને પોલીસે પકડી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને વ્યુહ મેળવવા માટે જુદાજુદા પેંતરા કરવામાં આવે છે ત્યારે કેટલીક વખત તેમાં કાયદાનો ભંગ પણ થતો હોય છે અને પોલીસ દ્વારા ગુના પણ નોંધવામાં આવે છે તેવામાં ઇન્સ્ટાગ્રામમાં છરી સાથે વિડીયો બનાવીને હળવદમાંથી અપલોડ કરવામાં આવેલ હતો જે પોલીસને ધ્યાને આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને વિડિયોમના દેખાતા ત્રણ વ્યક્તિ પૈકીનો એક સગીર હોવાનું સામે આવ્યું હતું અને વિડીયો વાયરલ હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જીતેશભાઇ મનોજભાઈ રાઠોડ રહે હળવદ તથા કરણભાઇ બળદેવભાઇ સડલીયા રહે હળવદ વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.


