મોરબીના જલારામ મંદિરે નિર્મલભાઈ જારીયાના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જિલ્લા પંચાયતમાં 10 મી માર્ચે બજેટ માટે ખાસ સામાન્ય સભા
SHARE






મોરબી જિલ્લા પંચાયતમાં 10 મી માર્ચે બજેટ માટે ખાસ સામાન્ય સભા
મોરબી જિલ્લા પંચાયતમાં આગામી તા ૧૦ ના રીજ ની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૧૧:૩૦ વાગ્યે તે સભા યોજાશે. જેમાં આગામી વર્ષનું બજેટ જાહેર કરવામાં આવશે.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારધી અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિતના તમામ અધિકારીઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ સહિતના ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ નું સુધારેલ અને સને ૨૦૨૫-૨૬ નું બજેટ રજૂ કરવામાં આવશે તેમજ ૫૪ દિવ્યાંગ લાભાર્થીને વ્હીલચેરની ખરીદી કરવા બાબતે, UPSCની પરીક્ષા આપવા માટે ૫૦ વિદ્યાર્થીઓને ૧૫,૦૦૦ લેખે કુલ રકમ ૩,૨૫,૦૦૦ ની ખર્ચ કરવાની મંજુરી બાબતે, આંગણવાડી રિનોવેશનના કુલ આઠ કામ બાબતે, જિલ્લા પંચાયત મોરબીના નવા બનનાર સ્ટાફ ક્વાર્ટરની મરામત અને નિભાવણી અંગેના એજન્ડા લેવામાં આવેલ છે.


