મોરબી જિલ્લા પંચાયતમાં 10 મી માર્ચે બજેટ માટે ખાસ સામાન્ય સભા
મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત
SHARE






મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત
મોરબી સીટીમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે જો કે, તેની સામે પોલીસ સ્ટાફમાં કોઈપણ વધારો કરવામાં આવી રહ્યો નથી જેથી પોલીસ કામના ભારણ હેઠળ કામ કરેલ છે જેથી વહેલી તકે મોરબી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવામાં આવે તે માટે મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર છે અને દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે અને ખાસ કરીને અન્ય રાજયોમાંથી મજુરો પોતાની રોજીરોટી માટે મોટા પ્રમાણમા મોરબી આવી રહ્યા છે જેથી કરીને સીટીની વસ્તી વધતી જાય છે. જો કે, પોલીસ પાસેથી જાણવામાં આવ્યા પ્રમાણે મોરબી સીટી એ અને બી ડીવીઝનમાં સ્ટાફની ઘટ છે જેને કારણે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મુશ્કેલી ઉભી થાય તે સ્વાભાવિક છે. અને મોરબીના રવાપર તેમજ શનાળા સહિતના વિસ્તારોમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કોઈપણ જાતની અવ્યસ્થા ન ઉભી થાય તે માટે પોલીસ સ્ટાફમાં વધારો કરવાની તાતી જરૂરીયાત છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, પોલીસ અવાર નવાર સભા, સરઘસ સામાજિક કાર્યક્રમો વીગેરેમાં રોકાય છે જેથી કરીને કાયદો અને વ્યવસ્થા સામે અનેક પડકારો ઉભા થાય છે. અને કામના બોજાને કારણે જો પોલીસ સ્ટાફનો મેડીકલ ચેક અપ કરાવવામાં આવે તો ઘણા બધા બી.પી. કે ડાયાબીટીસના દર્દી પણ નીકળે તેમ છે. જેથી કરીને પોલીસ સ્ટાફની સુખાકારી માટે વહેલી તકે સ્ટાફની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.


