મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત
વાંકાનેરના રંગપર ગામ નજીક ટ્રક કન્ટેનરના ચાલકે કાવુ મારતા અકસ્માત: બે બાઈક ઉપર જતા મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઈજા
SHARE






વાંકાનેરના રંગપર ગામ નજીક ટ્રક કન્ટેનરના ચાલકે કાવુ મારતા અકસ્માત: બે બાઈક ઉપર જતા મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઈજા
વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક આવેલ કારખાના સામેથી બાઈક ઉપર દંપતિ તેના બાળક સાથે પસાર થયું હતું ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે બેફિકરાઇ થી કાવું મારીને બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને ત્યારે પાછળ આવી રહેલ અન્ય બાઈક પણ ટ્રક કન્ટેનર સાથે અથડાતા અકસ્માતના બનાવવા માં જુદા જુદા બે બાઈક ઉપર જઈ રહેલા પાંચ વ્યક્તિઓને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હેતલબેન મેરામભાઇ મકવાણા (34) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 18 એઝેડ 8278 સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક આવેલ રેડરેન કારખાના સામેથી તેઓ પોતાના પતિ મેરામભાઇ કેશાભાઈ મકવાણાના બાઈક નંબર જીજે 36 એન 4845 ઉપર જઈ રહ્યા હતા અને ત્યારે તેમનો દીકરો ચિરાગ પણ તેમની સાથે બાઈક ઉપર બેઠેલ હતો દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને કાવું મારીને ફરિયાદી મહિલાના પતિના બાઈકને જમણી બાજુએ ટાયરના જોટાની પાછળ હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ફરિયાદી તથા તેના પતિ અને બાળક રસ્તા ઉપર નીચે પડી ગયા હતા અને ટ્રક ચાલકે જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલ બાઈક નંબર જીજે 13 બીડી 6823 ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં અથડાયું હતું આમ અકસ્માતના આ બનાવમાં ફરિયાદી હેતલબેનને માથા તથા મોઢાના ભાગે અને શરીરે ઇજા થઇ હતી તેના પતિ મેરામભાઇને શરીરે, છાતીના ભાગે તથા વાંસના ભાગે ઇજાઓ થયેલ છે અને તેના દીકરા ચિરાગને શરીરે નાના મોટી ઈજાઓ થયેલ છે આ ઉપરાંત અન્ય બાઇકમાં આવી રહેલા શૈલેષભાઈ ને માથામાં, જમણા પગે તથા શરીરે ઇજાઓ થઈ હતી અને પ્રવીણભાઈ ને નાકના ભાગે ફેકચર, માથામાં ઇજા તથા શરીરે ઇજાઓ થયેલ છે અને અકસ્માતના આ બનાવ બાદ ટ્રક કન્ટેનર નો ચાલક પોતાના હવાલા વાળું વાહન સ્થળ ઉપર છોડીને નાસી છૂટ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


