માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી બોલેરોમાંથી બે ભેંસ-એક પાડાને બચાવી લેવાયા, એકની ધરપકડ
SHARE






માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી બોલેરોમાંથી બે ભેંસ-એક પાડાને બચાવી લેવાયા, એકની ધરપકડ
મોરબીના ગૌરક્ષકોને મળેલ બાતમી આધારે પોલીસને સાથે રાખીને માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી ત્યાંથી નીકળતા તેને રોકીને ચેક કરી હતી જ્યારે તેમાંથી બે ભેસ અને એક પાડો મળી આવતા ત્રણ અબોલજીવને બચાવ્યા હતા અને બોલેરો ગાડી સહિત કુલ 5,12,000 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી માળિયા મીયાણા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ગૌરક્ષકોની ટીમને મળેલી હકીકત આધારે માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે પોલીસને સાથે રાખીને વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 4558 ત્યાંથી પસાર થઈ રહી હતી તે ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેના ઠાઠાના ભાગેથી બે ભેસ અને એક પાડો ક્રુરતા પૂર્વક બાંધેલ હાલતમાં મળી આવ્યા હતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હતી તેમજ સક્ષમ અધિકારી પાસેથી પાસ પરમીટ પણ મેળવવામાં આવી ન હતી જેથી કરીને 12,000 રૂપિયાની કિંમતના અબોલ જીવ તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5.12 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને વાહન ચાલક ફારુક સમદ જત (29) રહે. તલગાંઢ તલ જતાવીરા નખત્રાણા કચ્છ વાળા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ અબોલ જીવ તલગામ થી તેના વાહનમાં ભર્યા હતા તેવું જણાવ્યું છે જેથી પોલીસે આ બાબતે મોરબીમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા (36) ની ફરિયાદ લઈને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1.15 લાખની કિંમતનો દેશી દારૂનો આથો ઝડપાયો
મોરબી જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ગોલાસણ ગામે ટાવર વાળા રસ્તા ઉપર રહેતા મનુભાઈ ખાંભળીયાના વાળાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 4600 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1,15,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી મનુભાઈ સજુભાઈ ખાંભળીયા રહે. ગોલાસણ તાલુકો હળવદ વાળો હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


